गुजरात

શ્રી કુન્જ સ્કાઈમાં ધૂમધામથી ઉજવાયો નવરાત્રિ ઉત્સવ, રામનવમી પર ભવ્ય આયોજન

અમદાવાદ, 27 માર્ચ l નવરાત્રિના પાવન પર્વ પર શ્રી કુન્જ સ્કાઈ સાયન્સ સિટી ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નવરાત્રિ સમાપન અષ્ટમીના દિવસે આરતી અને પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રામનવમીના અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં પરિસરના રહેવાસીઓએ શ્રદ્ધાભાવે ભાગ લઈને આરતી અને પૂજા-અર્ચના કરી તેમજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પરિસર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સંદીપભાઈ પરમાર, સચિન તુલસીભાઈ સનવાલાની અને ખજાનચી નરેશ પડિયાર સહિત ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ, રામપ્રતાપ નિષાદ, સૌરભ કંસારા, જીતેન્દ્ર ઝા, જયમિન ગાંધી, વૈભવ અરોરા, ચંદ્રેશ સોમપુરા, નિતિન શાહ, વિપુલ દોશી, ભાવિન શુક્લા તેમજ મહિલા શક્તિ દ્વારા પરિસરમાં નિવાસ કરતા તમામ પ્રતિનિધિઓના સહકારથી ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી અને નિયમિત આરતી સાથે અન્ય કાર્યક્રમોનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું.
આરતી તથા અન્ય વિવિધ કાર્યક્રમોમાં પરિસરના તમામ રહેવાસીઓ અને પરિવારજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. નોંધનીય છે કે સાયન્સ સિટી સોલા સ્થિત શ્રી કુન્જ સ્કાઈ પરિસરમાં રહેવાસીઓ દ્વારા વિવિધ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોનું સામૂહિક અને સુમેળપૂર્ણ આયોજન કરવામાં આવે છે અને વિવિધ ઉજવણીઓ ઉત્સાહભેર મનાવવામાં આવી રહી છે. પરિસરની વ્યવસ્થાપન સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોની વ્યવસ્થા રહેવાસી સક્રિય પ્રતિનિધિઓના સહયોગથી અસરકારક રીતે સંભાળવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button