गुजरात

NSIT અને શ્રી કુંજ સ્કાયમાં હર્ષોલ્લાસથી ઉજવાયો પ્રજાસત્તાક દિવસ

અમદાવાદ, 26 જાન્યુઆરી l દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાયેલા 77મા પ્રજાસત્તાક દિવસના અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું l આ પ્રસંગે દેશની રાજધાની નવી દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં પણ કાર્યક્રમો સંપન્ન થયા l અમદાવાદના વિવિધ સ્થળોએ પણ પ્રજાસત્તાક દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો l વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રહેણાંક પરિસરો અને સોસાયટીઓમાં પણ પરંપરાગત કાર્યક્રમો યોજાયા l નર નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, જેટલપુર, અમદાવાદમાં પણ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરંપરાગત આયોજન તથા ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયો l અમદાવાદના સાયન્સ સિટી સ્થિત શ્રી કુંજ સ્કાયમાં પણ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી l આ દરમિયાન રાષ્ટ્ર પ્રત્યેના પોતાના કર્તવ્યોના પાલન અને સામૂહિક સમરસતા જાળવવાનો સંકલ્પ પુનરાવર્તિત થયો l સમિતિની વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ સંદીપભાઈ પરમારે જણાવ્યું કે આ દરમિયાન ધ્વજારોહણ, રાષ્ટ્રગાન, સામૂહિક સંવાદ તથા અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું l

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button